1 રાજાઓ
લેખક
જો કે કેટલાક વિવેચકોએ એઝરા, હઝકિયેલ અને યર્મિયાને સંભવિત લેખકો તરીકે સૂચવ્યા છે તો પણ 1 રાજાઓના પુસ્તકના લેખક વિષે કોઈ જાણતું નથી. સમગ્ર લખાણ ચારસો વરસ કરતાં વધારે સમયગાળો આવરે છે તેથી હેવાલોને સંકલિત કરવામાં અનેક સ્રોતસામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલીક કડીઓ જેમ કે સાહિત્યિક શૈલીઓ, સમગ્ર પુસ્તકમાં વણાયેલા મુદ્રાલેખો, અને વપરાયેલ સાહિત્ય સામગ્રીનો પ્રકાર બહુવિધ સંકલનકર્તાઓ કે લેખકોને બદલે એક સંકલનકર્તા કે લેખક સૂચવે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 590 થી 538 વચ્ચેનો છે.
જ્યારે પ્રથમ ભક્તિસ્થાન હજુ પણ હયાત હતું ત્યારે તે લખાયું હતું (1 રાજા 8:8).
વાંચકવર્ગ
ઇઝરાયલના લોકો તથા બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
આ પુસ્તક 1 અને 2 શમુએલના પુસ્તકોનું અનુગામી પુસ્તક છે અને તેની શરૂઆત દાઉદના મૃત્યુ બાદ સુલેમાનનો રાજા તરીકેનો ઉદય બતાવવા દ્વારા થાય છે. વાર્તાની શરૂઆત સંગઠિત રાજ્ય સાથે થાય છે, પણ તેનો અંત યહૂદા અને ઇઝરાયલ તરીકે ઓળખાતા રાજ્યોમાં વિભાજિત રાષ્ટ્ર તરીકે થાય છે. હિબ્રૂ બાઇબલમાં 1 અને 2 રાજાઓના પુસ્તકો એક જ પુસ્તકમાં એકત્રિત છે.
મુદ્રાલેખ
વિઘટન
રૂપરેખા
1. સુલેમાનનું રાજશાસન — 1:1-11:43
2. રાજ્યનું વિભાજન — 12:1-16:34
3. એલિયા અને આહાબ — 17:1-22:53