લુક
લુકા લોખલી હારી ખોબાર
પ્રસ્તાવના
લુકા લોખલી હારી ખોબાર યોક પત્રા રુપામાય હેય, જી થીયોફિલુસ નાંવા માઅહાલ લોખલાં ગીઅલાં આતા, લુકાય ખ્રિસ્તા બારામાય બોદ્યો વાતો પારખીન, યા પત્રાલ લોખલાં હેય 1:1-4. લુક ખ્રિસ્તા જીવના બારામાય વિવરણ, ચ્ચા જન્મા પેલ્લાથી લેયને, તે ચ્ચા સેવકાઈ, મોરણા, એને મોઅલા માઅને પાછા જીવી ઉઠના બારામાય હેય. ઈસુય તારણા હારી ખોબારે પ્રચાર કોઅતા, એને પવિત્ર આત્મા સામર્થ્યકોય પોતાના સેવકાઈ શુરવાત કોઅયી. ચ્યાય બોજદા ગરીબ એને સતાવ કોઅલા લોકહાન ચ્યા દોયા કોઅયી. ચ્ચાય ભવિષ્યવાણ્યો પુર્યો કોઅયો એને ટાકાય ગીઅલા લોકહાન હોદાહાટી એને બોચાવના ઉદ્દેશ પુરો કોઅયો. લુક ખ્રિસ્તા જન્મા પુરાં વિવરણ દેહે, એને કેવળ લુકા ચોપડી માંયજ દયાળુ સામરી એને ઉડાવ પોહા દાખલા બારામાય લોખહે. લુક યોક ડાકટાર આતો એને પાઉલા હાંગાત્યો આતો, ચ્ચાય ઈ ચોપડી લગભગ ઇસવી સન 60 માય લોખલી હેય, ચ્ચાય પ્રેષિતાહા કામહા ચોપડી બી લોખલી હેય.