1 તિમોથી
તિમોથીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર
પ્રસ્તાવના
તિમોથીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર તીન પાળકીય સંબધિત પત્રહામાઅને યોક પત્ર હેય (યામાય બિજો તિમોથી એને તીતુસ બી સામીલ હેય,) જ્યાલ ડાયા પાઉલાય ચ્ચા લોકહાન દોવાડયા જ્યા ચ્ચા કામ ચાલુ રાખરી, તિમોથી બોદ્યેજ રીતે પાઉલા આત્મિક પોહો હેય. તો જુવાન હેય બાકી વરદાનાહાથી બોઆલો હેય, તિમોથ્યાલ એફેસી મંડળી જવાબદારી હોઅપી દેનલી આતી, યોક ઓહડી મંડળી જ્યેલ આરાધનામાય નિયમાહા આરે-આરે શિક્ષણામાય હુદરાવના જરુરી હેય, જ્યા કા જુઠા માસ્તારાહાથી વ્યસ્ત ઓઅય ચુકલા હેય. પાઉલ ઈ પત્ર લગભગ ઇસવી સન 62 થી 66 યા વોચમાય લોખલાં ગીયેલ, જ્યામાય જુવાન માઅહાલ મંડળીલ હાંબાળના બારામાય યોગ્ય આરાધનાથી લેયને આગેવાન એને સેવાકાહા લાયકે હાટી, જુઠા શિક્ષણા સામનો કોઅનામાય સલાહ દેઅનામાય એને યોક મંડળીમાય આલાગ માઅહા આરે કેહેકેન વ્યવહાર કોઅના યે વાતે હે સલાહ દેનલી ગીયહી, પાઉલ તિમોથ્યાલ નિંદાયેથી આલાગ જીવન જીવનાહાટી આનંદિત કોઅહે, એટલે વિસ્વાસી ચ્ચા અનુસરણ કોઅય હોકે.